STATUE OF PREMANAND(પ્રેમાનંદ)

855P+R8C, Maharaja Sayajirao University, Sayajiganj, Vadodara, Gujarat 390020, India
About

STATUE OF PREMANAND(પ્રેમાનંદ) is a sculpture located in Vadodara, Gujarat. The average rating of this place is 5.00 out of 5 stars based on 1 reviews. The street address of this place is 855P+R8C, Maharaja Sayajirao University, Sayajiganj, Vadodara, Gujarat 390020, India. It is about 0.33 kilometers away from the Vadodara Junction railway station.

Photos
FAQs
Where is STATUE OF PREMANAND(પ્રેમાનંદ) located?
STATUE OF PREMANAND(પ્રેમાનંદ) is located at 855P+R8C, Maharaja Sayajirao University, Sayajiganj, Vadodara, Gujarat 390020, India.
What is the nearest railway station from STATUE OF PREMANAND(પ્રેમાનંદ)?
Vadodara Junction railway station is the nearest railway station to STATUE OF PREMANAND(પ્રેમાનંદ). It is nearly 0.33 kilometers away from it.
What people say about STATUE OF PREMANAND(પ્રેમાનંદ)

CHAUHAN HITESHKUMAR HASMUKHBHAI 24 months ago

પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪)☺????????

વડોદરાની સંસ્કારી ગરિમાનો તેજવી તારલો, ભટ્ટ કૃષ્ણરામ નો સુપુત્ર પ્રેમાનંદ

મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે.

પ્રેમાનંદ માણભટ્ટ પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં.

પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભભટ્ટ હતું.

સર્જન

'સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ', 'ચંદ્રહાસ આખ્યાન', 'રણયગ્ન', 'અભિમન્યુ આખ્યાન', 'દશમસ્કંધ' , 'હૂંડી', 'સુધન્વાખ્યાન', 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.

Contact
Address
855P+R8C, Maharaja Sayajirao University, Sayajiganj, Vadodara, Gujarat 390020, India
Map Location